હરિયાણાના રોહતકથી BJPની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે ટીમ ઈન્ડિયાનો આ વિસ્ફોટક ખેલાડી, જાણો વિગત
હરિયાણાની રોહતક સીટ પર જાટનું વર્ચસ્વ છે. વિરેન્દ્ર સેહવાગ પર જાટ સમુદાયમાંથી આવે છે, એટલું જ નહીં સેહવાગ બીજેપીની નીતિઓનો સમર્થક પણ માનવામાં આવે છે. આ કારણે તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર ગૌતરમ ગંભીરને લઈ પણ અહેવાલ આવ્યા હતા કે તે દિલ્હીમાં બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે બાદમાં ગંભીરે આ અહેવાલને નકારી કાઢ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિયાણા બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જે પેનલ તૈયાર કરી છે તેમાં સેહવાગનું નામ પણ હોવાનું કહેવાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં બીજેપી રોહતક સીટ જીતી શકી નહોતી. હાલ આ સીટ પરથી કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા સાંસદ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ તેના ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે ક્રિકેટના કારણે નહીં પરંતુ રાજનીતિના કારણ ચર્ચામાં છે. સેહવાગ હરિયાણાની રોહતક સીટ પર બીજેપીની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેવી ચર્ચા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -