નવી દિલ્હીઃ વર્લ્ડકપ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ટીમમાંથી બહાર છે. વર્લ્ડકપ બાદ તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો અને 15 દિવસ આર્મી ટ્રેનિંગ માટે ગયો હતો. ધોનીનો વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રિષભ પંત તેને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નથી, આ સંજોગોમાં ધોનીના ફેન્સ તે ટીમમાં ક્યારે પરત ફરશે તે જાણવા ઉત્સાહિત છે.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે ધોનીએ તેનો બ્રેક લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ એ છે કે તે આવનાર કેટલીક શ્રેણીમાં મેદાન પર જોવા મળશે નહીં. રિપોર્ટ પ્રમાણે ધોની નવેમ્બર સુધી ક્રિકેટથી દૂર રહેશે. એટલે કે ભારતમાં રમાનાર બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ટીમનો ભાગ નહીં હોય. બાંગ્લાદેશ સામે શ્રેણીની મેચો દિલ્હી, રાજકોટ અને નાગપુરમાં રમાવાની છે.

નવેમ્બર સુધી ધોની ક્રિકેટના મેદાન પર જોવા મળશે નહીં. 6 ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી વન ડે અને ટી 20 શ્રેણીથી ધોની વાપસી કરશે તેમ માનવામાં આવે છે. જો તે આ શ્રેણીમાં વાપસી નહીં કરે તો પ્રશંસકોએ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી સુધી રાહ જોવી પડશે. જે પાંચ જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રમાશે.

રાહુલ દ્રવિડ સાથે જેપી નડ્ડાએ કરી મુલાકાત, શું દ્રવિડ ભાજપમાં જોડાશે ? જાણો

ગુજરાતની છ સીટો પર કેમ થઈ રહી છે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો કારણ

Howdy Modi: હ્યુસ્ટનમાં કેવું રહેશે હવામાન, જાણો વિગતે