નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેના હાર બાદ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેને મોટો ખુલાસો કર્યો છે. ભારતને બે વખત આઈસીસીની ટુર્નામેન્ટ જીતાડનારા ધોનીએ બુધવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, વર્લ્ડકપની સેમીફાઇનલમાં મળેલી હારથી હું ખૂબ દુખી હતો. પરંતુ મહત્વપૂર્ણ છે કે તેમાં કોઇ પણ ભાવના રચનાત્મક નથી.




ધોનીએ કહ્યું કે, અંતિમ પરિણામ કરતાં પ્રક્રિયા મહત્વપૂર્ણ છે. મારી કેપ્ટનશિપ દરમિયાન હંમેશા હું આ વાત પર બાર આપતો હતો. તેણે કહ્યું, ટેસ્ટ મેચમાં તમારી પાસે બે ઈનિંગ હોય છે તેથી તમને તમારી આગામી રણનીતિ તૈયાર કરવાનો થોડો સમય મળી રહે છે. ટી20માં બધુ ઝડપથી થાય છે, તેથી તેમાં અલગ રીતે વિચારવાની જરૂર હોય છે.



ધોનીએ કહ્યું કે, સમસ્યામાં ગુંચવાવા કરતા તેનું સમાધાન શોધવું વધારે સારું છે. આ ચીજ મારા માટે કાગરત સાબિત થઈ રહી છે. લાગણીની તુલનામાં હાલ શું કરવું જોઈએ તે વધારે મહત્વપૂર્ણ છે. આગામી કઇ ચીજ છે તેની યોજના હું બનાવી શકું ? એવો કોણ આગામી વ્યક્તિ છે જેનો હું ઉપયોગ કરી શકું ? એક વખત આ અંગે વિચારવા લાગ્યા બાદ હું મારી ભાવનાઓને સારી રીતે કાબુ કરી લઉ છું.

 Ayodhya case: હિંદુ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા નકશાની જુઓ તસવીર

 Ayodhya case: સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે ? જાણો

મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતે