રાંચીઃ ભારતીય ટીમને2007નો ટી-20 વર્લ્ડકપ અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડનારો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગત વર્ષે રમાયેલા વર્લ્ડકપ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. જે બાદ ધાનીની નિવૃત્તિની અટકળો થઈ રહી છે. પરંતુ ધોનીની પત્ની સાક્ષીએ આવી તમામ અટકળોને લઈ સ્પષ્ટતા કરી છે.

બુધવારે અચાનક ટ્વીટર પર #DhoniRetires ટ્રેન્ડ થવા લાગ્યુ હતું. જોતજોતામાં ધોનીના ફેન્સ પણ ભાવુક થઇ ગયા હતા, અને તેની શાનદાર કેરિયરને યાદ કરવા લાગ્યા હતા. વળી, કેટલાક ફેન્સે ધોનીની રિટાયરમેન્ટને લઇને આ વાતોને અફવા ગણાવી હતી. ધોનીના સમર્થનમાં ઉતરીને આવી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી.

#DhoniRetires ટોપ ટ્રેન્ડમાં આવ્યા બાદ ધોનીની પત્ની સાક્ષી સામે આવી અને ટ્વીટ કરીને તેણે આ સમાચાર અહેવાલોને ખોટા ગણાવ્યા.સાક્ષીએ ટૂંક સમયમાં જ પોતાની ટ્વીટ ડિલીટ કરી હતી. આનું કારણ બહાર આવ્યું નથી. તે સાથે જ ધોનીની નિવૃત્તિ અંગે સસ્પેન્સ વધી ગયું છે.



સાક્ષીએ લખ્યું કે, આ બધા સમાચાર માત્ર અફવાઓ છે. મને લાગે છે કે લોકડાઉનથી લોકોનું માનસિક સંતુલન ખરાબ થયું છે.

ધોની લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર છે. ધોની છેલ્લે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમ્યો હતો. આ મેચમાં કિવિઝ સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. તે બાદ ધોની ક્રિકેટથી દૂર છે.