PV Sindhu Malaysia Masters 2022:  ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ શુક્રવારે એક્સિયાટા એરેના ખાતે તેની મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં તાઈ ત્ઝૂ યિંગ સામે હાર્યા બાદ મલેશિયા માસ્ટર્સ 2022માંથી બહાર થઈ ગઈ હતી. બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં સાતમા સ્થાને રહેલી સિંધુને 55 મિનિટની મેચમાં ચીની તાઈપેઈ અને વિશ્વની બીજા નંબરની ખેલાડી તાઈ ત્ઝૂ સામે 13-21, 21-12, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુની તાઈ ત્ઝુ સામે આ સતત સાતમી અને 22 મેચોમાં તેની 17મી હાર હતી.






બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ટોક્યો 2020 સેમિફાઇનલમાં અને ગયા અઠવાડિયે મલેશિયા ઓપન ક્વાર્ટર ફાઇનલમાં તાઇ ત્ઝૂ સામે હારી ગઈ હતી. મેચમાં સિંધુને તાઈ જૂના ડિફેન્સને તોડવું મુશ્કેલ લાગ્યું અને તે પહેલા સેટમાં 11-9થી પાછળ રહી ગઇ હતી. ચીની તાઇપે શટલરે બેકહેન્ડ શોટ અને સ્મેશના સારા મિશ્રણ સાથે મેચમાં 1-0ની સરસાઈ મેળવી હતી.


સિંધુએ બીજી ગેમમાં ઝડપી શરૂઆત કરી હતી અને 11-4ની લીડ મેળવી હતી. તાઈ ત્ઝૂએ રમતની મધ્યમાં વાપસી કરી હતી પરંતુ પ્રારંભિક લીડથી સિધુને મેચને ત્રીજી ગેમમાં લઈ જવામાં મદદ મળી. બંને શટલરોએ તેમની નિર્ણાયક રમતમાં જોરદાર લડત આપી. જો કે, અંતમાં સિંધુને હારનો  સામનો કરવો પડ્યો હતો. મેન્સ સિંગલ્સમાં મલેશિયા માસ્ટર્સ 2022માં ભારતના એક માત્ર ખેલાડી એચએસ પ્રણયનો મલેશિયા માસ્ટર્સ 2022માં જાપાનના કાંતા સુનેયામા સામે રમશે.


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


Watch: વાદળ ફાટ્યા બાદ અમરનાથ ગુફા નજીક રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી ટીમ, સામે આવ્યો આ વીડિયો


Ponniyin Selvan Teaser: પોન્નીયન સેલ્વન-1નું ધમાકેદાર ટીઝર લોન્ચ થયું, આ ટીઝર બાહુબલીની યાદ અપાવી દેશે, જુઓ Teaser


Malaika Arora Video: જિમ આઉટફિટમાં જોવા મળી મલાઈકા, સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે ટ્રોલ