વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં હારી મંજૂ રાની, જીત્યો સિલ્વર
abpasmita.in | 13 Oct 2019 02:43 PM (IST)
. પાંચ જજોએ રશિયાની ખેલાડીના પક્ષમાં 29-28,29-28, 30-27, 30-27, 28-29થી નિર્ણય આપ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતની મંજૂ રાનીએ અહી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં રવિવારે હારનો સામનો કરવો પડ્યો હતો. રશિયાની એકાતેરિના પાલ્ટસેનાએ પ્રથમવાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહેલી મંજૂને 48 કિલોગ્રામ વર્ગની ફાઇનલમાં 4-1થી હાર આપી હતી. પાલ્ટસેવા વિરુદ્ધ મળેલી હાર બાદ મંજૂને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પાંચ જજોએ રશિયાની ખેલાડીના પક્ષમાં 29-28,29-28, 30-27, 30-27, 28-29થી નિર્ણય આપ્યો હતો. 18 વર્ષ બાદ પ્રથમવાર એવું બન્યું છે જ્યારે કોઇ ભારતી મહિલા બોક્સે પોતાના ડેબ્યૂમાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશીપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મંજૂ અગાઉ મૈરી કોમે વર્ષ 2001માં પોતાની ડેબ્યૂમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ફાઇનલમાં પહોંચી હતી. મંજૂએ આ મેચની સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય અભિયાનને ખત્મ કરી હતી. ભારતે એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.