ઓકલેન્ડ પહોંચ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજાએ જિમમાં સમય પસાર કર્યો હતો. જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ શહેરમાં ફરવા નિકળ્યા હતા.
કોચ રવિ શાસ્ત્રી પોતાની કોચિંગ ટીમ સાથે શહેરમાં ફરવા નિકળ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યું કે, આરામથી શ્વાસ લો. ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઓકલેન્ડ શહેરની સુંદરતા જોવા નિકળ્યો હતો. સ્પિનર યુજવેન્દ્ર ચહલ આરામ કરતો જોવા મળ્યો હતો. તેણે પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, આખરે ઓકલેન્ડ પહોંચી ગયા છીએ.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર સાથે ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું છે કે ઓકલેન્ડ પહોંચી ગયા છીએ.
વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.