નવી દિલ્હી: છ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કૉમને એશિયાની સર્વશ્રેષ્ઠ એથલિટ તરીકે પસંદગી કરવામાં આવી છે. સુપર મૉમ મેરી કૉમ એશિયન સ્પોર્ટ્સરાઈટર્સ યૂનિયન દ્વારા મલેશિયામાં આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં એશિયાની સર્વશ્રેષ્ઠ એથલીટ તરીકે પસંદગી પામી છે.


મેરી કૉમ સિવાય દક્ષિણ કોરિયાની સ્ટાર ફૂટબોલર હેયુંગ મિનને પણ સર્વશ્રેષ્ઠ એથલીટ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે કતાર ફૂટબૉલ ટીમ અને જાપાન મહિલા ફૂટબોલ ટીમને એશિયાની બેસ્ટ ટીમ તરીકે પસંદગી કરવામાં આવી છે.