વલસાડઃ ગણેશજીની મૂર્તિની વાંધાજનક પોસ્ટ વાયરલ કરનાર વેપારીની ધોલાઇ
વલસાડ: શહેરના એક વેપારીએ ગણેશજીની મૂર્તિની વાંધાજનક પોસ્ટ તેના પેજ પર વાયરલ કરતાં હોબાળો મચી ગયો હતો. લોકોએ આ વેપારીને પકડીને ફટકારી પોલીસને સોંપી દીધો હતો. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છેસ, ત્યારે આ હરકતને લીધે લોકોમાં રોષની લાગણી ફરી વીળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાકભાજી માર્કેટમાં આ વાત વાયુવેગે પ્રસરી જતાં આઝાદ અન્સારીને તેની દુકાનમાંથી ઢસડી લાવી લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો. તેમજ લોકોએ આઝાદને ટાવર સુધી ફટકારતાં ફટકારતાં લાવી આઝાદ ચોકી પોલીસને સોંપી દીધો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ વિવાદિત પોસ્ટ કરનાર યુવકને જાહેરમાં ચપ્પલનો હાર પહેરાવીને ફેરવ્યો હતો.
શાકભાજી માર્કેટમાં આઝાદ અન્સારી નામના વેપારીએ હિન્દુઓની લાગણી દુભાય તેવો ફોટો મોબાઈલ પર વાયરલ કરતાં ગઈ કાલે સાંજે બબાલ થઈ હતી. લોકોના ટોળાં માંથી છોડાવી આઝાદને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છીએ. તેની સઘન તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધીશું, તેમ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.કે.કામળિયાએ જણાવ્યું હતું.
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે યુવકને પકડી વધુ તપાસ હાથ ધરી હતી. આ પોસ્ટ અંગે વિવાદ વધુ વધતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જેને લઈને હિન્દૂ સંગઠનોના કાર્યકર્તાઓ સિટી પોલીસ મથકે પહોંચી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
વલસાડના શાકભાજી માર્કેટમાં બેકરી પ્રોડક્ટનો વેપાર કરતા આઝાદ અન્સારીના મોબાઈલ પર મંગળવારે સાંજે 8 કલાકની આસપાસ કોઈ ચેદીરામ વર્મા નામના ઈસમે ફેસબુક પર ગણેશજીની મૂર્તિની વાંધાજનક તસ્વીર અપલોડ કરી હતી. તેણે તેની કોમેન્ટમાં લખ્યું છે કે, ગણેશજીકા પૂજા કરતા હુઆ કૂત્તા. આ મેસેજને આઝાદ અન્સારીએ તેના ગ્રુપમાં વાયરલ કરી દેતાં શહેરમાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -