છ વખતની વિશ્વ ચેમ્પિયન ભારતની મૈરી કોમ (51kg) અને સાક્ષી (54kg) અંતિમ મુકાબલામાં  શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચી ગયા છે. દુબઈમાં રમાઈ રહેલી 2021 એએસબીસી એશિયાઈ મહિલા અને પુરુષ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. મૈરી કોમે 51 કિગ્રા વર્ગ સેમીફાઈનલમાં મંગોલિયાની લુટસૈખાન અલ્ટાનસેતસેગને 4-1થી હરાવી.


લંડન ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતનારી મૈરીકોમે હવે ઓછામાં ઓછુ સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. મૈરીકોમનો એશિયાઈ ચેમ્પિયનશિપમાં આ સાતમું મેડલ છે. 2008માં ગુવાહાટીમાં સિલ્વર મેડલ જીતવા સિવાય મૈરી કોમે 2003,2005,2010,2012 અને 2017માં આ ઈવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો છે. ફાઈનલમાં મૈરીકોમનો મુકાબલો કઝાકિસ્તાનની નઝ્મ સાથે થશે. 


બે વખતની યુવા વિશ્વ ચેમ્પિયન સાક્ષી(54 ) સેમીફાઈનલમાં ટોપ સીડ કઝાખસ્તાનની દીના ઝોલમનને 3-2 હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી અને પોતાના માટે સિલ્વર મેડલ નક્કી કરી લીધો છે.