દુબઈમાં રમાઈ રહેલી એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વિશ્વ ચેમ્પિયન મેરી કોમની હાર થઈ છે. મેરી કોમની ફાઈનલમાં કઝાકિસ્તાનની નાઝિમ કિઝાઈબે સામે 2-3થી હાર થઈ છે. 



મેરીકોમને આ મુકાબલામાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો.  જોકે, તેણે ટૂર્નામેન્ટનો પોતાનો સાતમો મેડલ મેળવ્યો હતો. આ દિગ્ગજ ખેલાનડીએ એશિયાઈ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રથમ મેડલ 2003 માં જીત્યો હતો.  38 વર્ષીય ભારતીય બોક્સર પહેલા રાઉન્ડમાં તેની શરૂઆત શરૂઆત કરી, તેનાથી 11 વર્ષ નાના એવા ખેલાડી સામે  પ્રથમ તબક્કામાં જવાબી હુમલામાં સારી શરુઆત કરી હતી.


જોકે, કઝાકિસ્તાનની બોકસરે બીજા રાઉન્ડમાં શાનદાર રમત રમી હતી અને મેરી કોમના જડબા પર  પંચ  મારવામાં સફળ રહી.  મેરી કોમ છેલ્લા ત્રણ મિનિટમાં વાપસી કરી પરંતુ જજોને પ્રભાવિત કરી શકી નહીં. મણિપુરની આ ખેલાડીને પુરસ્કાર રાશિ તરીકે   5000 ડૉલર  (આશરે 3.6 લાખ રૂપિયા) અને કિજાઈબેને 10,000 (આશરે 7.2 લાખ રૂપિયા) મળ્યા.