શાનદાર બેટિંગ કરવા છતાં ટ્રોલ થયો આ ક્રિકેટર, પત્નીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
abpasmita.in | 18 Apr 2019 08:04 AM (IST)
રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 12માં મંગળવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રમાયેલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 12માં મંગળવારે કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ રમાયેલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં પ્રથમ વખત રાજસ્થાન તરફથી સ્ટુઅર્ટ બિન્નીએ 11 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 33 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે તેની આ ઇનિંગ ટીમેને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. ટ્રોલર્સ રાજસ્થાનની હાર માટે બિન્નીને જવાબદાર ગણી રહ્યા છે. સાથે જ તેની પત્ની મયંતી લેંગર બિન્નીને પણ ટ્રોલ કરવામાં આવી. જોકે સ્ટુઅર્ટ બિન્નીની પત્ની મયંતી લેંગર પણ પોતાના પતિનાં બચાવમાં આવી અને ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો. આ મેચમાં પંજાબનાં 182 રનનાં પડકારનો સામનો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 20 ઑવરમાં 7 વિકેટે 170 રન બનાવ્યા. બિન્નીએ 11 બૉલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા. બિન્નીની આ લાંબા સમય બાદ આ શાનદાર ઇનિંગ હતી. બિન્નીની આ ઇનિંગ પર ફેન્સે મીમ્સ બનાવ્યા. એક ટ્રોલરે મયંતી લેંગર પર કૉમેન્ટ કરતા કહ્યું કે, ‘મયંતી લેંગર પહેલીવાર પોતાનાં ડીપીમાં તેના પતિ સાથેની તસવીર લગાવશે.’ મયંતીએ આ ટ્વિટનો જોરદાર જવાબ આપ્યો. મયંતીએ બિન્નીની ઇનિંગને લઇને ટ્રોલર્સને જવાબ આપ્યો કે, ‘તેઓ પંજાબ સામે બિન્નીની ધમાકેદાર ઇનિંગ જોવાનું ચુકી ગયા.’ આ મેચમાં રાજસ્થાનનાં રાહુલ ત્રિપાઠીની અડધી સદી, જોસ બટલર (23), સંજૂ સેમસન (27) અને કેપ્ટન આંજિક્ય રહાણે (26) રનની ઇનિંગ છતા હારનો સામનો કરવો પડ્યો. અંતિમ ઑવર્સમાં બિન્નીએ 11 બૉલમાં 33 રનની ધમાકેદાર બેટિંગ કરી હતી, પરંતુ રાજસ્થાનનો 12 રને પંજાબ સામે પરાજય થયો.