ગુરુવારે એન્ટીગુઆમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને કેપ્ટન મેગ લેનિંગ અને વિકેટકીપર બેટ્સમેન એલિસા હેલીએ શતકીય ભાગીદારી કરી હતી, અને વેસ્ટ ઇન્ડિઝને 178 રને માત આપી હતી.
આ દરમિયાન મેગ લેનિંગે 146 બૉલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદતી 121 રનની ઇનિંગ રમી હતી. આ મેગ લેનિંગના કેરિયરની 13મી સદી હતી, આ સાથે જ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 13 સદીઓ (પુરુષ અને મહિલા ક્રિકેટ બન્ને) બનાવવા વાળી પહેલા નંબરની ક્રિકેટર બની ગઇ છે. લેનિંગને માત્ર 76 ઇનિંગમાં આ કારનામુ કરી બતાવ્યુ છે.
સૌથી ઝડપી 13 સદીઓ.....
મેગ લેનિંગ - 76 ઇનિંગમાં
હાશિમ અમલા - 83 ઇનિંગમાં
વિરાટ કોહલી - 86 ઇનિંગમાં
ક્વિન્ટન ડી કૉક - 86 ઇનિંગમાં
ડેવિડ વોર્નર - 91 ઇનિંગમાં
શિખર ધવન - 99 ઇનિંગમાં