Men’s Hockey WC Live updates: સાઉથ કોરિયાએ જાપાનને 2-1થી હરાવ્યું

હાલ પુલ-ડીમાં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમ પણ 4 પોઈન્ટ સાથે છે પરંતુ ઓછા ગોલ તફાવતને કારણે તે બીજા સ્થાન પર છે.

gujarati.abplive.com Last Updated: 17 Jan 2023 08:04 PM
સાઉથ કોરિયાએ જાપાનને 2-1થી હરાવ્યું

હોકી વર્લ્ડ કપમાં આજે એશિયાની બે દિગ્ગજ ટીમો આમને-સામને હતી. સાઉથ કોરિયા સામે જાપાનનો મુકાબલો હતો. આ મેચમાં સાઉથ કોરિયાએ જાપાનને 2-1થી હરાવ્યું હતું. જો કે, જાપાનની ટીમે શાનદાર રમત રમી હતી. 

હોકી વર્લ્ડકપમાં 16 જાન્યુઆરીએ ચાર મેચ રમાઇ હતી

હોકી વર્લ્ડકપમાં 16 જાન્યુઆરીએ ચાર મેચ રમાઇ હતી. મલેશિયાએ ચિલીને 3-2થી હરાવ્યુ હતુ. બીજી મેચમાં નેધરલેન્ડ્સે ન્યૂઝીલેન્ડને 4-0થી હરાવ્યું હતું. આ અગાઉ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની મેચ ડ્રો રહી હતી.

ઇજાના કારણે હાર્દિક વેલ્સ સામેની મેચ નહી રમે

ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 જાન્યુઆરીએ વેલ્સ સામે થશે. આ મેચ પહેલા ભારતીય કેમ્પ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ટીમનો આક્રમક મિડફિલ્ડર હાર્દિક રાય આઉટ થઈ શકે છે. સ્પેન સામે ભારતની જીતમાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડ સામેની મેચમાં  તે ઈજાગ્રસ્ત થયો હતો.

બ્રેકગ્રાઉન્ડ

IND vs WAL Live Telecast: ભારતીય ટીમે 15મા હોકી વર્લ્ડકપમાં સારી શરૂઆત કરી છે. સ્પેનથી પ્રથમ મેચ જીત્યા બાદ ભારતીય ટીમની બીજી મેચ ઈંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી. હવે ટીમ ઇન્ડિયા 19 જાન્યુઆરીના રોજ વેલ્સ સામે તેના પુલની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. ભારતીય ટીમ પહેલેથી જ ક્રોસ ઓવર ટાઈ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, તેથી ગ્રૂપ સ્ટેજમાં ટોચ પર રહેવા અને સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે વેલ્સ સામેની મેચ તેમના માટે નિર્ણાયક રહેશે.


આ વર્લ્ડકપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની વિજેતા ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમો ક્રોસઓવર મેચો હેઠળ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકશે. હાલ પુલ-ડીમાં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારતીય ટીમ પણ 4 પોઈન્ટ સાથે છે પરંતુ ઓછા ગોલ તફાવતને કારણે તે બીજા સ્થાન પર છે. હવે આ પુલમાં છેલ્લી બે મેચ બાકી છે, ત્યાર બાદ નક્કી થશે કે કોને ક્વાર્ટર ફાઇનલમાં સીધી એન્ટ્રી મળશે અને કોને ક્રોસ ઓવર મેચ રમવાની છે.


વેલ્સ સામે મોટી જીતની જરૂર છે


જો ભારતે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે વેલ્સ સામે મોટી જીત નોંધાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો જીત નાની હશે તો તેણે ઈંગ્લેન્ડ અને સ્પેન વચ્ચેની મેચ ડ્રો થવાની આશા રાખવી પડશે. જો ભારતીય ટીમ વેલ્સ સામે હારી જશે તો તે ટોચ પર આવી શકશે નહીં અને ક્રોસ ઓવર મેચ હેઠળ ક્વાર્ટર ફાઇનલમાં જવું પડશે.


વેલ્સ સામે ભારતીય ટીમનો દબદબો છે


ભારતીય ટીમ અત્યારે સારી લયમાં છે. તે વેલ્સની સરખામણીમાં પણ ખૂબ જ મજબૂત છે. ભારતીય ટીમે સ્પેન સામે 2-0થી જીત મેળવી હતી જ્યારે ઈંગ્લેન્ડ સામેની મેચ ગોલ રહિત ડ્રો રહી હતી. બીજી તરફ વેલ્સને ઈંગ્લેન્ડ સામે 0-5 અને સ્પેન સામે 0-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ પણ વેલ્સ સામે મોટી જીત નોંધાવે તેવી આશા છે.


મેચ ક્યારે અને ક્યાં જોવી?         


ભારત અને વેલ્સ વચ્ચેની આ મેચ 19 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે રમાશે. આ મેચ ભુવનેશ્વરમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ Star Sports First, Star Sports Select 2 SD અને Star Sports Select 2 HD પર કરવામાં આવશે. તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર ઉપલબ્ધ હશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.