PSG vs Riyadh ST XI: રિયાદે ગુરુવારે પેરિસ સેન્ટર જર્મન (PSG) અને રિયાદ ઓલસ્ટાર XI (Riyadh ST XI) ની વચ્ચે રમાયેલી મેચમાં જબરદસ્ત ગૉલનો વરસાદ જોવા મળ્યો, અહીં મેસ્સી, રોનાલ્ડો અને એમબાપ્પે ગૉલ કર્યા. રોનાલ્ડોએ અહીં બે ગૉલ કર્યા પરંતુ તેની ટીમ રિયાદ ઓલ સ્ટારને જીત હાંસલ ના થઇ શકી. આ મેચ લિયૉનેલ મેસ્સીની ટીમ PSGમાં પક્ષમાં ગઇ, PSG એ આ મેચ 5-4 થી જીતી લીધી. 


આ મેચને જોવા માટે રિયાદના સ્ટેડિયમ હાઉસફુલ હતુ, મેસ્સી અને રોનાલ્ડોને આમને સામને જોવા માટે દર્શકોનો ઉત્સાહ ચરમ પર હતો, સ્ટેડિયમમમાં જ્યારે આ બન્ને દિગ્ગજોની એન્ટ્રી થઇ તો માહોલો જોવાલાયક બની ગયો હતો. ફેન્સનો ઉત્સાહ ત્યારે ડબલ થઇ ગયો જ્યારે આ બન્ને ખેલાડીઓએ બેક ટૂ બેક ગૉલ કર્યા.  


મેસ્સીએ કરી શરૂઆત, રોનાલ્ડોએ કર્યા બે ગૉલ - 
લિયૉનેલ મેસ્સીએ મેચની શરૂઆતી ત્રણ મિનીટની અંદર જ PSG ને લીડ અપાવી દીધી હતી, આ પછી રોનાલ્ડોએ 34મી મિનીટમાં ગૉલ કરીને રિયાદ ઓલસ્ટારને બરાબરી પર લાવી દીધુ હતુ. અહીં મારક્વિન્હોસે 43મી મિનીટમાં ગૉલ કરીને PSG ને ફરીથી આગળ કરી દીધુ, પરંતુ રોનાલ્ડોએ હાફ ટાઇમના ઠીક પહેલા (45+6) ગૉલ કરીને મેચ 2-2 થી બરાબરી પર લાવી દીધી હતી. 






જોકે, અહીં 60મી મિનીટમાં કિલિયન એમબાપ્પે અને 78મી મિનીટમાં એકીટીકેએ ગૉલ કરીને PSG ને 5-3 ની લીડ અપવા દીધી. ઇન્જરી ટાઇમમાં તાલિસ્કાએ રિયાદ માટે ગૉલ જરૂર કર્યો પરંતુ આનાથી કંઇક ખાસ ફરક ના પડી શક્યો. રિયાદ ઓલસ્ટારને આ મેચ 4-5થી ગુમાવવી પડી હતી.