MI vs KKR IPL 2020:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 32મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા. લક્ષ્યાંક પીછો કરતા મુંબઈએ 16.5 ઓવરમાં 2 વિકેટે જીત મેળવી હતી.

કવિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરતા 44 બોલમાં 3 સિક્સ અને 9 ફોર સાથે 78 રન બનાવી અણનમ રહ્યો હતો. અને હાર્દિક પંડ્યાએ 11 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રોહિત શર્માએ 35 રન બનાવ્યા હતા.

કોલકાતા તરફથી પેટ કમિન્સ 36 બોલમાં 2 સિક્સ અને 5 ફોરની મદદથી 53 રન અને મોર્ગન 39 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યાારે  વરુણ ચક્રવર્તી અને શિવમ માવીએ એક એક વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહ

કોલકાતા નાઈટ રાઈડર્સ : રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક , નીતીશ રાણા, આન્દ્રે રસેલ, સીજે ગ્રીન, જેપી કમિન્સ, પ્રસિદ્ધ કૃષ્ણ, શિવમ માવી અને વરૂણ