સોશિયલ મીડિયા પર છવાયો મુંબઇ-હૈદરાબાદની સુપર ઓવરનો રોમાંચ, બુમરાહ-હાર્દિકે પલટી બાજી, જુઓ વીડિયો
abpasmita.in | 03 May 2019 01:46 PM (IST)
સુપર ઓવરમાં હૈદરાબાદ આખી ઓવર પણ ના રમી શકી અને માત્ર 4 બૉલમાં પોતાની બન્ને વિકેટો ગુમાવીને 8 રન બનાવી શકી હતી. જવાબમાં મુંબઇએ 3 બૉલ પર વિના વિકેટે આ લક્ષ્યને હાંસિલ કરીને બાજી માર લીધી હતી
મુંબઇઃ આઇપીએલમાં ગઇકાલે રમાયેલી મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રૉમાંચક તબક્કામાં પહોંચી હતી. મેચ ટાઇ થઇ અને આખરે મુંબઇએ સુપર ઓવરમાં બાજી મારી લીધી હતી. સુપર ઓવરમાં હૈદરાબાદ આખી ઓવર પણ ના રમી શકી અને માત્ર 4 બૉલમાં પોતાની બન્ને વિકેટો ગુમાવીને 8 રન બનાવી શકી હતી. જવાબમાં મુંબઇએ 3 બૉલ પર વિના વિકેટે આ લક્ષ્યને હાંસિલ કરીને બાજી માર લીધી હતી. આની સાથે જ ચેન્નાઇ અને દિલ્હી બાદ મુંબઇએ પણ આ સિઝનમાં પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી હતી. નોંધનીય છે કે, વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઇની ટીમે પહેલા બેટિંગ કરતાં 162 રન બનાવ્યા હતા. જીત માટે 163 રનનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવી શકી. આ સાથે જ મેચ સુપર ઓવર સુધી પહોંચી ગઇ હતી.