નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને 2015માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ચેમ્પિયન કેપ્ટન માઇકલ ક્લાર્કે ટીમ ઇન્ડિયાની પ્રસંશા કરી છે. ક્લાર્કે કહ્યું કે, ભારતીય ટીમમાં બુમરાહ જ એક એવો ખેલાડી છે જે વર્લ્ડકપ ભારતને જીતાડી શકે છે, વર્લ્ડકપ જીતની ચાવી બુમરાહના હાથમાં છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને આફઘાનિસ્તાને હારવીને અપરાજિત રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.
માઇકલ ક્લાર્કે કહ્યું કે, ભારત જો આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે, વર્લ્ડકપ જીતશે તો તેની ચાવી જસપ્રીત બુમરાહના હાથમાં હશે. જસપ્રીત બુમરાહની શાનદાર બૉલિંગના કારણે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2019 જીતી શકે છે.
ક્લાર્કે બુમરાહની પ્રસંશા કરતાં કહ્યું કે, નવા બૉલથી બુમરાહ જબરદસ્ત સ્વિંગ અને સીમ બન્ને કરી શકે છે. જ્યારે વચ્ચેની ઓવરોમાં મદદ નથી મળતી તો બુમરાહ તેની ફાસ્ટ સ્પીડથી બેટ્સમેનોને પરેશાન કરે છે.
બુમરાહ 150ની સ્પીડથી બૉલ ફેંકી શકે છે, તેના યોર્કર શાનદાર છે, જ્યારે રિવર્સ સ્વિંગ મળે ત્યારે તે જીનિયસ બની જાય છે. જરૂરિયાતના સમયે બુમરાહ વિકેટ પણ અપાવી આપે છે.
માઇકલ ક્લાર્કે કહ્યું ભારત વર્લ્ડકપ જીતશે તો આ ખેલાડીના હાથમાં હશે જીતની ચાવી
abpasmita.in
Updated at:
25 Jun 2019 12:16 PM (IST)
ક્લાર્કે કહ્યું કે, ભારતીય ટીમમાં બુમરાહ જ એક એવો ખેલાડી છે જે વર્લ્ડકપ ભારતને જીતાડી શકે છે, વર્લ્ડકપ જીતની ચાવી બુમરાહના હાથમાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -