ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટ્વીટ કર્યુ- 'મને ભારતના રસ્તાંઓ પર ઘેટાં, બકરાં, ગાય, ઊંટ રખડતાં દેખાયાં', જાણો પછી શું થયું.....
abpasmita.in | 11 Apr 2019 04:39 PM (IST)
વૉને ટ્વીટ કહ્યું હતુ કે, 'મને ભારતમાં મુસાફરી કરવાનું બહુ ગમે છે. આજે સવારે મેં ભારતના રસ્તાંઓ પર હાથી, ગાય, ઊંટ, બકરી, ઘેટાં અને ભૂંડને રખડતાં જોયા.' વૉનના આ ટ્વીટથી ફેન્સે તેમને ચારેય બાજુથી ઘેરી લીધા અને ખરીખોટી સંભળાવી દીધી હતી
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટ કેપ્ટન માઇકલ વૉન પોતાના એક ટ્વીટને લઇને ભારતીયોની નજરમાં ચઢ્યો, લોકોએ તેને સોશ્યલ મીડિયા પર આડેહાથે લેવાનું શરૂ કરી દીધુ. માઇકલ વૉને ભારતમાં પોતાની મુસાફરી દરમિયાન દેશના રસ્તાંને લઇને એક ટ્વીટ કર્યુ જેને લઇને ફેન્સ તેને સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. વૉને ટ્વીટ કહ્યું હતુ કે, 'મને ભારતમાં મુસાફરી કરવાનું બહુ ગમે છે. આજે સવારે મેં ભારતના રસ્તાંઓ પર હાથી, ગાય, ઊંટ, બકરી, ઘેટાં અને ભૂંડને રખડતાં જોયા.' વૉનના આ ટ્વીટથી ફેન્સે તેમને ચારેય બાજુથી ઘેરી લીધા અને ખરીખોટી સંભળાવી દીધી હતી.