લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકર્તા પદેથી પૂર્વ બેટ્સમેન મિસબાહ ઉલ હકની હકાલપટ્ટી કરવામાં આવી છે. મિસબાહે લાહોરમાં મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મને 30 નવેમ્બરથી ચીફ સિલેકટર પદેથી દૂર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. ગત વર્ષે સપ્ટેમ્બરથી હું ચીફ સિલેક્ટર અને હેડ કોચ એમ બેવડી ભૂમિકામાં હતો.


ઝિમ્બાબ્વે સામેના પ્રવાસની હું ટીમ પસંદ કરીશ તે બાદ મારું ધ્યાન હેડ કોચ તરીકેના કામ પર રહેશે. તેણે એમ પણ કહ્યું કે, બોર્ડના દબાણના કારણે હું ચીફ સિલેકટર પદ છોડતો નથી. હેડ કોચ તરીકે રાષ્ટ્રીય ટીમમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માંગુ છું.

મિસબાહે જણાવ્યું, ચીફ સિલેકટર તરીકે કોઈની પણ પસંદગી કરવામાં આવે હું તેમને પૂરો સહયોગ આપીશ. મારું લક્ષ્ય પાકિસ્તાનની ટીમને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ-3માં પહોંચાડવાનું છે. પૂર્વ કેપ્ટને ગયા મહિને વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાતને લઈ કહ્યું ચીફ સિલેકટરને આ અંગે કંઈ લેવા-દેવા નથી.

દેશમાં આવતીકાલથી ખૂલશે મલ્ટિપ્લેક્સ, જાણો કઈ કઈ ફિલ્મો બતાવાશે અને કયા નિયમોનું કરવું પડશે પાલન