પીચ રિપોર્ટ.....
મોહાલીના આઇએસ બિન્દ્રા પીસીએ સ્ટેડિયમમાં પીચને રનોથી ભરપૂર બતાવવામાં આવી રહી છે, એટલ કે બેટ્સમેનોને મદદ કરી શકે છે. આ પીચ હંમેશા હાઇ સ્કૉરિંગ મેચને અંજામ આપે છે. જોકે, આજની પીચ બેટ્સમેનો અને બૉલરો બન્નેને મદદરૂપ થઇ શકે છે.
બીસીસીઆઇ પીચો અને મેદાનોના ચેરમેન રહી ચૂકેલા દલજીત સિંહ મિડ 1990માં સ્ટેડિયમના ક્યૂરેટર પણ રહ્યાં છે. તેમના અનુસાર અહીંની પીચ બૉલર ફ્રેન્ડલી હતી, પણ હવે આ બેટ્સમેનોને અનુકુળ થઇ ગઇ છે.
તેમને કહ્યું કે, દરેક પીચની પોતાની એક ઉંમર હોય છે. મોહાલીના ટ્રેક પર બહુજ ક્રિકેટ રમાઇ, એટલા માટે આ પોતાનુ મુળ સ્વરૂપ ખોઇ ચૂકી છે. મહત્વપૂર્ણ છે કે, પીચ એવી જ રહે, જેમાં દરેક ખેલાડી માટે કંઇકને કંઇક હોય. જોકે આ તો હજુ સિઝનની શરૂઆત છે. કહી શકાય કે આજની પીચ બેટ્સમેનોને વધુ મદદ કરી શકે છે.
સંભવિત ટીમો.....
ભારતઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપકેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, રાહુલ ચાહર, ખલીલ અહેમદ, દીપક ચાહર, નવદીપ સૈની.
દક્ષિણ આફ્રિકાઃ- ક્વિન્ટૉન ડીકૉક (કેપ્ટન), રાસી વાન ડેર ડૂસેન, ટેમ્બા બાવુમા, જૂનિયર ડાલા, બ્યૉર્ન ફૉટ્યૂઇન, બેયુરાન હેડ્રિક્સ, રિઝા હેડ્રિક્સ, ડેવિડ મિલર, એનરિક નૉર્ત્ર્ઝે, એન્ડિલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટૉરિયસ, કગીસો રબાડા, તબરેજ શમ્સી, જ્યોર્જ લિન્ડે.