હૈદરાબાદઃ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનને ભારતીય ટીમ હાલના સમયની સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. તેમને ટીમને સૌથી દમદાર અને સંતુલિત ગણાવતા દાવો કર્યો છે કે, વિરાટ કોહલી પાસે સારા બૉલર્સ છે જે ખિતાબ જીતાડી શકે છે.
ભારત માટે 99 ટેસ્ટમાં 6215 રન અને 334 વનડેમાં 9378 રન બનાવી ચૂકેલા અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે. છતાં જો ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો બહુજ દુઃખ થશે. નિરાશ થવાશે.''
અઝહરે વધુમાં કહ્યું કે, જો આટલી સારી ટીમ હોવા છતાં ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો નિરાશા થશે. જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ વર્લ્ડ લેવલનું બનીને ઉભરશે. બુમરાહની સાથે શમી, ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા મદદગાર સાબિત થશે.
હાલના સમયમાં ભારત નંબર વન ટીમ છે, જ્યારે બીજા નંબરે ઇંગ્લેન્ડ અને ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ આવે છે.
હાલની ભારતીય ટીમ એકદમ મજબૂત પણ જો વર્લ્ડકપ નહીં જીતે તો દુઃખ થશે, કયા ભારતીય કેપ્ટને આપ્યુ આવુ નિવેદન
abpasmita.in
Updated at:
16 May 2019 12:17 PM (IST)
અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -