બે વર્ષ બાદ પાકિસ્તાનની ટીમમાં પરત ફરતા જ આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાની કરી આવી હાલત, જાણો વિગત
હફીઝ તેની અંતિમ ટેસ્ટ વર્ષ 2016માં ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટનમાં રમ્યો હતો. જે બાદ તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો.
દુબઈઃ એશિયા કપમાં પાકિસ્તાનના કંગાળ દેખાવ બાદ ટીમ મેનેજમેન્ટ હારમાંથી પદાર્થ પાઠ લેતાં ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ ટેસ્ટ સીરિઝ માટે ત્રણ મોટા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. મોહમ્મદ હફીઝ, વહાબ રિયાઝ અને યાસિર શાહની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હફિઝ બે વર્ષ બાદ અને વહાબ રિયાઝ તથા યાસિર શાહ એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં રમી રહ્યા છે.
મોહમ્મદ હફીઝે ટેસ્ટ ટીમમાં વાપસી કરતાં જ બેટિંગનો જાદુ દર્શાવી દીધો છે. ઓસ્ટ્રેલિયા સામે દુબઈમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતી પાકિસ્તાને પ્રથમ બેટિંગ લીધી હતી. જે બાદ તેના ઓપનરોએ ટીમને મજબૂત શરૂઆત આપી હતી.
બે વર્ષ પછી ટીમમાં વાપસી કરનારા ઓપનર મોહમ્મદ હફીઝે કરિયરની 10મી સદી ફટકારવાની સાથે પ્રથમ વિકેટ માટે ઈમામ ઉલ હક (76 રન) સાથે 205 રનની ભાગીદારી નોંધાવી હતી.
હફીઝ 126 રન બનાવી પીટર સીડલની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ટીમમાં સામેલ થવાથી તેનો અનુભવ પાકિસ્તાનને કામમાં આવી રહ્યો છે. હફીઝને ઓગસ્ટમાં પીસીબીના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં B કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યો હતો. જે તેણે નિવૃત્તિ લેવાની ધમકી આપી હતી. જ્યારે આ મામલો શાંત થયો ત્યારે યો યો ટેસ્ટમાં ફેલ થવાના કારણે એશિયા કપમાં પાકિસ્તાનની ટીમનો હિસ્સો નહોતો બની શક્યો.