ટીમ ઇન્ડિયાના બે ખેલાડીઓનો બળવો, સિલેક્ટર્સ પર ઉઠાવ્યા સવાલ, જાણો વિગતે
આ કારણોથી બીસીસીઆઇ અને સેલેક્શન કમિટી બન્ને ખેલાડીઓથી નારાજ છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના લેવાની શરતે જણાવ્યું કે કરુણ અને વિજયે સિલેક્શન નીતિ સામે બોલીને સારુ નથી કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, કરુણ નાયરે ખુલાસો કર્યો હતો કે તેને સતત છ મેચોમાંથી બહાર રાખવા છતાં કોઇ ટીમ મેનેજમેન્ટ કે ના કોઇ સિલેક્ટર્સે તેની સાથે વાત કરી.
વિજયે કહ્યું હતું કે એક ખેલાડી તરીકે તેને ખબર હોવી જોઇએ કે તેને કયા કારણથી ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. સાથે તેને ખબર પડશે કે તે ક્યાં ભૂલ કરી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સની તેના માટે શું યોજનાઓ છે.
વિજયે કહ્યું હતુ કે, જ્યારેથી તે ટીમમાંથી બહાર થયો છે ત્યારથી તેની સાથે ના કોઇ સિલેક્ટરે વાતે કરી છે ના ટીમ મેનેજમેન્ટે કોઇ સંપર્ક સાધ્યો છે. આ રીતનું વલણ એક ખેલાડીના મનોબળને નુકશાન કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમમાથી બહાર કરવામાં આવેલા કરુણ નાયર અને મુરલી વિજયે તાજેતરમાંજ એમએસકે પ્રસાદની આગેવાની સિલેક્શન કમિટી પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે જેનાથી BCCI અને સિલેક્શન કમિટીન નારાજ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -