મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ સ્ટાર ફીલ્ડર અને બેટ્સમેન મોહમ્મદ કૈફ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરે છે. આ ક્રમમાં કૈફે તાજેતરમાં એક તસવીર પોસ્ટ કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેની આ પોસ્ટના વખાણ પણ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે મહોમ્મદ કૈફે તાજેતરમાં ક્રિકેટના દિગ્ગજ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. આ સાથે કૈફે ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. જેના કારણે યુઝર્સ તેના ઘણા વખાણ કરી રહ્યા છે. કૈફે, સચિન સાથે એક તસવીર પોસ્ટ કરતા લખ્યું કે,‘ભગવાન કૃષ્ણ સાથે મારી સુદામાની ક્ષણ.’ કૈફની આ પોસ્ટ પર યુઝર્સ ખૂબ સારી-સારી કોમેન્ટ કરી રહ્યા છે અને કૈફને બેસ્ટ ફીલ્ડર ઓફ ટીમ ઇન્ડિયા તરીકે ગણાવી વખાણ કરી રહ્યા છે.


અનંત નામના એક યૂઝરે લખ્યું, શાનદાર, તમારા આત્મીયતા જોઈને ઘણું સારું લાગ્યું. રાહુલ નામના એક યૂઝરે લખ્યું, ‘દિગ્ગજની સાથે તમારી નમ્રતા જોઈ દિલ સન્માનથી ભરાઈ ગયું.’ એક યૂઝરે લખ્યું, ‘તમને સલામ.’

વર્ષ 2018માં ક્રિકેટમાં નિવૃત્તિ લેનારા કૈફને આજે પણ ભારતના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર્સ પૈકીનો એક માનવામાં આવે છે. તેણે તેણે 13 જુલાઈ 2002ના રોજ નેટવેસ્ટ ટ્રૉફીની ફાઈનલમાં રમેલી વિજયી ઈનિંગ આજે પણ યાદ કરવામાં આવે છે. તેણે ભારત માટે 125 વન-ડેમાં 2753 રન જ્યારે 13 ટેસ્ટ મેચોમાં 624 રન બનાવ્યા. કૈફની કેપ્ટનશિપમાં જ ભારતે વર્ષ 2000માં અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.