જલ્દી જ તુટી શકે છે મોહમ્મદ શમીનો સૌથી ઝડપી 100 વનડે વિકેટનો રેકોર્ડ, આ ત્રણ બોલર છે દાવેદાર
કુલદીપ યાદવ પણ ભારત તરફથી જ નહીં દુનિયામાં સૌથી ઝડપી 100 વિકેટનો રેકોર્ડ પણ તોડી શકે છે. કુલદીપના નામે 36 મેચમાં 73 વિકેટ છે. વર્લ્ડ ક્રિકેટમાં આ રેકોર્ડ અફઘાનિસ્તાનના રાશિદ ખાન (44 મેચ)ના નામે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસપ્રીત બુમરાહ વર્તમાનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના નામે 44 મેચમાં 78 વિકેટ થઈ ગઈ છે. આમ તે પણ શમીનો રેકોર્ડ તોડવાથી ઘણો નજીક પહોંચી ગયો છે.
મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટ ઝડપી ચૂકેલા ચહલના નામે 36 વન-ડેમાં 64 વિકેટ થઈ ગઈ છે. જે રીતે તે શાનદાર ફોર્મમાં છે તે જોતા આ રેકોર્ડ પર પોતાનો દાવો ઠોકી શકે છે.
નવી દિલ્હીઃ મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ નેપિયરમાં રમાયેલ પ્રથમ વનડે મેચમાં 3 વિકેટ લઈને આ ફોર્મેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગાય. મોહમ્મદ શમીએ 55 વનડે ઇનિંગમાં 100 વિકેટના આંકડા સુધી પહોંચ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ઇરફાન ખાનના નામે હતો જેણે 59 ઇનિંગમાં 100 વિકેટના આંકડા સુધી પહોંચ્યા હતા. જોકે શમીનો આ રેકોર્ડને ભવિષ્યમાં ત્રણ ભારતીય બોલર તોડી શકે છે. આ ત્રણ બોલર પર એક નજર કરીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -