Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પહોંચી પોલીસ સ્ટેશન, શમી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
નોંધનીય છે કે હસીન અને શમીએ લવ મેરેજ કર્યા હતા, તેની પહેલી મુલાકાત 2012માં એક આઇપીએલ મેચ દરમિયાન થઇ હતી, કહેવામાં આવે છે કે શમી પહેલી નજરમાં જ હસીનને પસંદ કરવા લાગ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમી પર આરોપ છે કે તે અન્ય છોકરીઓ સાથે અતરંગ ચેટ કરે છે. હસીને સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ શમી દ્વારા પોતાની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. પોતાના ઉપર લાગી રહેલા આરોપો પર મોહમ્મદ શમીએ ટ્વીટર પર સ્પષ્ટતા કરી છે. અન્ય મહિલાઓ સાથે સંબંધ હોવાના આરોપ શમીએ ખોટા ગણાવ્યાં હતા અને કહ્યું હતું કે આ મારી વિરૂદ્ધ કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે, જે કોઈપણ આ કરી રહ્યું છે તેનો ઉદ્દેશ મને બદનામ કરવાનો અને મારી રમતને બગાડવાનો છે.
કોલકત્તા: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ તેના વિરુદ્ધ કોલકત્તાના લાલ બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના પહેલા હસીન જહાંએ તેના પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.તેણે ફેસબૂક પેજ પર તેને સંબંધિત એક પોસ્ટ પણ કરી હતી, જેમાં વ્હોટ્સએપ સ્ક્રીન શોટ્સ શેર કર્યાં હતા. હસીન જહાંએ શમી પર કથિત રીતે પાકિસ્તાનની એક મહિલા સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખવાના આરોપ લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -