પત્રકારોએ પૂછ્યો સવાલ તો ગુસ્સે થઈ ગઈ મોહમ્મદ શમીની પત્ની, કર્યું કંઈક આવું....

હસીને કહ્યું કે શમી અને તેના પરિવારજનો દ્વારા સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે. મને ખબર નથી કે હવે સમાધાન થશે કે નહીં. એફઆઈઆર દાખલ કરાવતા પહેલા મેં શમીને અનેક વખત કોલ કર્યો હતો. તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. એક પત્ની સાથે એક માં પણ છું. મારા બાળકનું ભવિષ્ય દાવ પર લાગેલું છે. શમીને સુધારવા માટે હું જે કંઈ પણ કરી શકતી હતી તે મેં કર્યું. તેના બદલામાં મને ધમકી અને અપમાન મળ્યું. હવે મારે કશું કહેવું નથી. હવે તેમણે મારા વકીલ સાથે વાત કરવાની રહેશે.
શમી પર અન્ય મહિલાઓ સાથે ખોટા સંબંધ હોવાનો આરોપ લગાવી ચૂકેલી પત્ની હસીન મીડિયાના સવાલોનો સામનો કરી રહી હતી. કોલકાત્તામાં એક પત્રકારે તેને સવાલ પુછ્યો તો હસીન ગુસ્સે થઈ ગઈ અને તેને ચેનલનો કેમેરો નીચે પાડી દીધો, જેના કારણે કેમેરા તૂટી ગયો.
હસીન જહાના વકીલ ઝાકિર એચએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મીડિયા તેમની પાછળ પડ્યું છે અને સોમવારે પણ તેમને હેરાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મીડિયાએ પણ સમજવું જોઈએ કે પ્રાઈવેસ સ્પેસ શું હોય? અમે અમારા સ્તર પર ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને મીડિયા સમગ્ર ઘટનાને એક લડાઈની જેમ દેખાડવામાં લાગી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ કોલકાતામાં પત્રકારોની ટીમ પર હુમલો કર્યો હતો. આ દમરિયાન પ્રેસ કોન્ફરન્સમાં તેણે શમી પર વાતચીત કરતાં મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક અને કેમેરે તાડ્યો હતા.