કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપની સેમીફાઈનલ મેચમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ પછી ફ્રાન્સથી લઈને બ્રસેલ્સના રસ્તાઓ પર મોરક્કોના ચાહકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. ફ્રાન્સમાં ઘણી જગ્યાએ મોરોક્કન ચાહકો ઉજવણી કરી રહેલા ફ્રેન્ચ ચાહકો સાથે અથડામણ કરી હતી. તેથી બ્રસેલ્સમાં મોરોક્કાના ચાહકોએ અનેક સ્થળોએ આગ લગાવી હતી. દરમિયાન તેની પોલીસ સાથે હિંસક અથડામણ પણ થઈ હતી.






વાસ્તવમાં મોરોક્કોને વર્લ્ડકપ સેમીફાઇનલમાં ફ્રાન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેનું ફાઇનલ રમવાનું અને જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં ફ્રાંસના હાથે મળેલી હારને મોરક્કોના ચાહકો સહન કરી શક્યા ન હતા. આ પછી મોરોક્કોના ચાહકો બ્રસેલ્સના સાઉથ સ્ટેશન પર એકઠા થયા અને ભારે હોબાળો મચાવ્યો હતો. મોરક્કોના ચાહકોએ પણ આગચંપી શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, આ પછી તેની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. મોરક્કોના ચાહકોએ પોલીસ પર ફટાકડા પણ ફોડ્યા હતા. આ પછી પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે કેટલાક મોરોક્કન ચાહકોની પણ ધરપકડ કરી છે.


ફ્રાંસના પેરિસમાં પણ મોરક્કોના ચાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં ફ્રાન્સની જીત બાદ ફેન્સ સેલિબ્રેશન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પરંતુ તેની ઘણી જગ્યાએ મોરોક્કોના ચાહકો સાથે ઘર્ષણ થયું હતું. ફ્રાંસને મોરોક્કોનો સંરક્ષક દેશ માનવામાં આવે છે, આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં મોરોક્કન પ્રવાસીઓ અહીં રહે છે.


અહીં ઘણી જગ્યાએ ફ્રાન્સ અને મોરોક્કોના ચાહકો વચ્ચે ટક્કર થઈ હતી. ઘણી જગ્યાએ હિંસક અથડામણ પણ થઈ હતી. ભીડને વિખેરવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ પછી સમગ્ર ફ્રાન્સમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.


ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મૈનિને કહ્યું, "ફ્રેન્ચ સમર્થકોની જેમ અમારા મોરોક્કન મિત્રોનું પાર્ટીઓ યોજવા માટે સ્વાગત છે અને તેમને પાર્ટીઓ કરતા અટકાવવાનું અમારું કામ નથી." પરંતુ આ બધું સુરક્ષાની સ્થિતિ વચ્ચે  થવું જોઈએ. અગાઉ 10 ડિસેમ્બરે પેરિસમાં ઘણી જગ્યાએ આવી અથડામણ જોવા મળી હતી. ત્યારે મોરોક્કોએ ફિફામાં પોર્ટુગલને હરાવ્યું હતું.