શરમજનક રેકોર્ડ, ભારત-આફ્રિકા ટેસ્ટ સીરીઝમાં આ બૉલરે ખાધા સૌથી વધુ છગ્ગા, જાણો વિગતે
abpasmita.in | 22 Oct 2019 03:06 PM (IST)
ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સીરીઝમાં સૌથી વધુ છગ્ગા દક્ષિણ આફ્રિકન બૉલર ડેન પેડેટને પડ્યા
રાંચીઃ ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ ભારતીય ટીમે 3-0થી પોતાના નામે કરી લીધી, આખી સીરીઝ દરમિયાન ખુબ રન આવ્યા, ભારત અને આફ્રિકન બૉલરો બરાબરના ધોવાયા, સ્પિનરોથી લઇને ફાસ્ટ બૉલરોએ સીરીઝમાં બહુ રન આપ્યા, જોકે આ બધાની વચ્ચે સાઉથ આફ્રિકન બૉલર ડેન પેડેટના નામે ક્રિકેટ જગતનો એક શરમજનક રેકોર્ડ નોંધાઇ ગયો, આ રેકોર્ડ સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ખાવાનો હતો. ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સીરીઝમાં સૌથી વધુ છગ્ગા દક્ષિણ આફ્રિકન બૉલર ડેન પેડેટને પડ્યા. સીરીઝમાં સૌથી વધુ છગ્ગા ખાનારા બૉલરો....20 છગ્ગા- ડેન પેડેટ (દક્ષિણ આફ્રિકા) 16 છગ્ગા- કેશવ મહારાજ (દક્ષિણ આફ્રિકા) 11 છગ્ગા- રવિન્દ્ર જાડેજા (ભારત) 5 છગ્ગા- રવિચંન્દ્રન અશ્વિન (ભારત) 3 છગ્ગા- મુથુસામી (દક્ષિણ આફ્રિકા) 2 છગ્ગા- લુંગી એનગિડી (દક્ષિણ આફ્રિકા) 1 છગ્ગો- એનરિક નૉર્ટ્જે (દક્ષિણ આફ્રિકા) ઉલ્લેખનીય છે કે, ભારત અને આફ્રિકા વચ્ચેની સીરીઝમાં 65 છગ્ગા વાગ્યા હતા. સૌથી વધુ રોહિત શર્માએ 19 છગ્ગા ફટકાર્યા હતા.