રાંચીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ પુરી થઇ ગઇ, ભારતે 3-0થી ક્લિન સ્વિપ કરીને ટેસ્ટ સીરીઝ પર કબજો જમાવી દીધો છે. અંતિમ અને છેલ્લી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરી રહેલા શાહબાઝ નદીમ પર બધાની નજર હતી. નદીમે ચોથા દિવસની રમતમાં માત્ર 10 મિનીટમાં જ આફ્રિકન ટીમને પેવેલિયન ભેગી કરી દીધી. આ દરમિયાન બીસીસીઆઇ એક તસવીર ટ્વીટ કરી છે જેમાં ધોની શાહબાઝ નદીમ સાથે વાતચીત કરી રહ્યો છે.


ભારતીય ટીમ જેવી રાંચી ટેસ્ટ જીતી, તરત જ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવી પહોંચ્યો હતો. ધોનીની આ તસવીરને બીસીસીઆઇએ ટ્વીટ કરીને કેપ્શન આપ્યુ કે 'જુઓ કોણ આવ્યુ છે'.


ધોનીએ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં આવીને યુવા ખેલાડી શાહબાઝ નદીમને ક્રિકેટની ટિપ્સ આપી હતી. બન્ને વચ્ચેની વાતચીતની આ તસવીર છે.

કહેવાઇ રહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોની રાંચી ટેસ્ટમાં હાજરી આપશે, પણ છેલ્લા દિવસે જ સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો.



ઉલ્લેખનીય છે કે, ચોથા દિવસની રમતમાં નદીમે બન્ને વિકેટો ઝડપી, પહેલા ડી બ્ય્રૂએનને 30 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો, અને બાદમાં લુન્ગી એનગીડીને 0માં પેવેલિયન મોકલ્યો હતો. ભારતે 133 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમને બીજી ઇનિંગમાં ઓલઆઉટ કર્યુ હતુ અને 202 રને મોટી જીત મેળવી હતી.