નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોની હાલ પોતાના પરિવાર સાથે મધ્ય પ્રદેશના કાન્હા પાર્કમાં ફરવા ગયો છે. ધોનીની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી સક્રિય રહે છે અને હંમેશા ધોનીની તસવીર અને વીડિયો શેર કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ધોની ઉપર મોટો આરોપ લગાવી રહ્યો છે.


વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની સાક્ષી પર આરોપ લગાવે છે કે તે જાણી જોઈને તેનો વીડિયો બનાવે છે. ધોની કહે છે કે સાક્ષી આ બધુ પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે કરે છે. જવાબમાં સાક્ષી કહે છે કે હું આ બધું કરું છું જેથી તમારા ફોલોઅર મને પણ એવો જ પ્રેમ કરે. હું પણ તમારો ભાગ જ છું ને. આમ પણ મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરેક એક જ સવાલ કરે છે કે ધોની ક્યાં છે, થાલા ક્યાં છે.


આ અગાઉ પણ સાક્ષી એક વીડિયો શેર કરી ચુકી છે. જેમાં મહેન્દ્રસિંહ ધોની હોટલમાં ચેક ઇન કરી રહ્યો છે અને સાક્ષી સતત તેને સ્વીટી-સ્વીટી કહીને બોલાવે છે. જોકે ધોની પલટીને જોતો નથી. ધોની જેનો ચેક ઇન કરીને પાછો આવે છે તો સાક્ષી ફરી તેને સ્વીટી કહે છે. ત્યાર બાદ ધોની શરમાઈ જાય છે.