નવી દિલ્લી:  ટીમ ઈંડિયાના કેપ્ટન કૂલ મહેંદ્ર સિંહ ધોની વિશે કહેવામાં આવે છે કે તેમણે ખાસ પ્લાનિંગ કરી સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરાવ્યા. પરંતુ તે વાતને એક આરોપ માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ ઈંડિયાના સુપરસ્ટાર બેસ્ટમેન વિરેંદ્ર સહેવાગે એક ખુલાસો કર્યો છે જેનાથી જાણી શકાય  છે કે માહી યુવા ખેલાડીઓના પક્ષમાં સિલેક્ટરોના સામે પણ ઉભો રહી શકે છે. સહેવાગના અનુસાર વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ધોનીએ એક વખત વિરાટને ટીમમાંથી બહાર થતાં બચાવ્યો હતો.


મીડિયા રિપોર્ટસ મુજબ, મોહાલી ટેસ્ટમાં કોમેન્ટ્રી દરમિયાન સહેવાગે જણાવ્યં કે 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પર્થમાં રમાયેલી સિરિઝની ત્રીજી ટેસ્ટમાં સિલેક્ટર વિરાટ કોહલીની જગ્યા પર ભારતના એક પ્રતિભાશાળી બેસ્ટમેન રોહિત શર્માને રમાડવા માંગતા હતા. સહેવાગના અનુસાર તે સમયે હુ ટીમનો વાઈસ કેપ્ટન હતો, ધોની અને મે સાથે મળીને વિરાટને પર્થ ટેસ્ટમાં ટીમમાં સામેલ કર્યો હતો.