મંગળવારે રમાયેલી ચેન્નાઇની એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ પરની મેચમાં ધોનીને પીચ અનુકુળ ના આવી. ધોનીએ જીત બાદ કહ્યું કે, આ પીચ ખરાબ છે, ટ્રેક પર પરેશાની રહી, હાલમાં બ્રાવો અમારી સાથે નથી એટલે પીચ સૂટ કરી રહી છે. પણ અમે આવી પીચ પર રમવા નથી માંગતા. આ પીચ બેટ્સમેનો માટે ઓછા સ્કૉર વાળી પીચ છે.
આ લૉ સ્કૉર પીચ છે, અમારા બેટ્સમેનો માટે પણ પરેશાની થઇ, પહેલી ઇનિંગમાં બેટિંગ કરવી ખુબ મુશ્કેલ છે. જોકે, ભેજ ઓછો થયા બાદ થોડી રાહત મળે છે
નોંધનીય છે કે, કોલકત્તા તરફથી મળેલા 108 રનના લક્ષ્યને ચેન્નાઇની ટીમે 17.2 ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસિલ કરી દીધો હતો.