ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, દરેક ક્રિકેટરે એક દિવસ સફરનો અંત કરવાનો હોય છે. પરંતુ જ્યારે તમારા ખૂબ નજીકના વ્યક્તિ આ ફેંસલો લે ત્યારે ખૂબ ઈમોશનલ થઈ જાવ છે. તમે દેશ માટે જે કર્યું છે તે હંમેશા અમારા દિલમાં રહેશે.
સેહવાગે ટ્વિટ કરીને લખ્યું, એમએસ જેવું કોઈ છે નહીં, હતું નહીં અને થશે પણ નહીં.
ધોનીની નિવૃત્તિ પર આકાશ ચોપડાએ કહ્યું, એક યુગનો અંત આવ્યો છે.
ધોનીની નિવૃત્તિ બાદ સચિને ટ્વિટ કરીને કહ્યું, ક્રિકેટમાં તમારું યોગદાન અપાર છે. 2011 વર્લ્ડકપને એક સાથે જીતવો મારા જીવનની શ્રેષ્ઠ શ્રણ રહી છે. તમને અને તમારા પરિવારને આગળની ઈનિંગ માટે શુભેચ્છા.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું, મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની તેની અનોખી શૈલીથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. મને આશા છે કે આગામી સયમાં ભારતીય ક્રિકેટને મજબૂત કરવાની દિશામાં પોતાનું યોગદાન આપતાં રહેશે. તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામના. વર્લ્ડ ક્રિકેટ હેલીકોપ્ટર શોટને મિસ કરશે.
પંડ્યાએ ટ્વિટ કરીને લખ્યું, અહીંયા માત્ર એક જ એમએસ ધોની છે. મારા કરિયરની સૌથી મોટી પ્રેરણા બનવા માટે મારા દોસ્ત અને મોટા ભાઈનો આભાર. બ્લૂ જર્સીમાં તમારી સાથે રમવું યાદ રહેશે, પરંતુ મને વિશ્વાસ છે કે તમે હંમેશા મને ગાઈડ કરતાં રહેશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરેલું ટ્વિટ
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વિટ કરીને લખ્યું, હંમેશાની જેમ લેજેન્ડ સ્ટાઇલમાં નિવૃત્ત થાય છે. ધોની ભાઈએ પોતાના દેશ માટે બધુ જ આપી દીધું, ચેમ્પિન્સ ટ્રોફી, 2011 વર્લ્ડકપ અને ચેન્નઈ સુપર કિંગ્સની આઈપીએલ જીત હંમેશા મારી યાદમાં રહેશે, ભવિષ્ય માટે શુભકામના.
ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.