ઝારખંડ વિધાનસભા ચૂંટણી: મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી સાથે રાંચીમાં કર્યું મતદાન
abpasmita.in | 12 Dec 2019 07:58 PM (IST)
એમએસ ધોનીને રાંચીના એક મતદાન મથક પર મતદાન કરતો જોવા મળ્યો હતો. ધોની પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યો હતો.
રાંચી: ઝારખંડમાં પાંચ તબક્કાની વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગુરૂવારે મતદાન યોજાયું હતું. આ દરમિયાન એમએસ ધોનીને રાંચીના એક મતદાન મથક પર મતદાન કરતો જોવા મળ્યો હતો. ધોની પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક પહોંચ્યો હતો. પત્ની સાક્ષી પણ ધોની સાથે જોવા મળી હતી. ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ રેજિમેન્ટમાં ઓનરેરી લેફ્ટનન્ટ કર્નલ રહેનારા 38 વર્ષના વિકેટકીપર બેટ્સમેન ધોની ક્રિકેટમાંથી બ્રેક લીધા બાદ જમ્મુની 106 ટી.એ. બટાલિયનમાં જોડાયા હતા. ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુરુવારે કુલ 17 બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું. આ બેઠકો પર કુલ 61.19 ટકા મતદાન નોંધાયું હતું. શાંતિપૂર્ણ મતદાન માટે રાજ્યમાં 35000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા હતા.