નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે 38મો જન્મ દિવસ ઉજવ્યો, પત્ની અને દીકરી સાથે કેટલાક ખાસ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ધોનીનો જન્મ 7 જુલાઇ, 1981ના દિવસે થયો હતો. આ પ્રસંગે પત્ની સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં ધોની દીકરી જીવા સાથે ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. બર્થડેની તસવીરો શેર કરતાં સાક્ષી ધોનીએ લખ્યુ કે- Happy Bday boy. જવાબમાં ધોનીના ફેન્સે પણ બર્થડે શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીરોમાં જીવા સાથે ડાન્સ, ધોનીના ચહેરા પર કેક લગાવેલી દેખાઇ રહી છે. જીવા ધોનીના ખોળામાં છે.
ઉલ્લખનીય છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં સેમિ ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.