નવી દિલ્હીઃ દિગ્ગજ કેપ્ટનોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટથી વર્લ્ડકપ બાદથી દુર છે, ધોની ક્રિકેટમાંથી સન્યાસ ક્યારે લેશે તેની અટકળો પણ ખુબ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ધોની ક્રિકેટ નહીં પણ ટેનિસમાં હાથ અજમાવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ધોની ટેનિસ ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાં તો દિગ્ગજ છે જ, પણ હવે તે ટેનિસમાં પણ મહારથ હાંસલ કરવા ઇચ્છે છે. ધોની જેએસસીએ સ્ટેડિયમની ટેનિસ એકેડેમીમાં શરૂ થનારી ટેનિસ ટૂર્નામેન્ટની પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ધોની અન્ય ખેલાડી સાથે ગ્રાઉન્ડમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ ટેનિસ ટૂર્નામેન્ટ 7મી નવેમ્બરથી શરૂ થઇ રહી છે.
ખાસ વાત છે કે મહેન્દ્ર સિંહ ધોની આ ટૂર્નામેન્ટની ડબલ્સ કેટેગરીમાં ગયા વર્ષનો ચેમ્પિયન છે. ડિસેમ્બર 2018માં રમાયેલી જેએસસીએ કન્ટ્રી લેવલ ટેનિસની ફાઇનલમાં ધોનીએ સુમિત કુમારની સાથે મળીને ડબલ્સ ટાઇટલ જીત્યુ હતુ.
જોકે, ફાઇનલ જીત્યા બાદ એવોર્ડ સમારોહનો મુખ્ય અતિથિ પણ ધોનીને જ બનાવવામાં આવ્યો હતો. તેને ખેલાડીઓને એવોર્ડ વહેંચ્યા, ઓટોગ્રાફ આપ્યા, તસવીરો ખેંચાવી અને પોતાની ટ્રૉફી પણ ગ્રહણ કરી હતી.
નોંધનયી છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇસીસી વનડે વર્લ્ડકપ 2019ની સેમિફાઇલ મેચ બાદ ટીમ ઇન્ડિયાથી દુર છે.
ટાઇટલ બચાવવા ધોની ફરી મેદાનમાં આવ્યો, ક્રિકેટ નહીં આ રમત માટે પુરજોશ શરૂ કરી તૈયારીઓ, જાણો વિગતે
abpasmita.in
Updated at:
06 Nov 2019 11:34 AM (IST)
નોંધનયી છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇસીસી વનડે વર્લ્ડકપ 2019ની સેમિફાઇલ મેચ બાદ ટીમ ઇન્ડિયાથી દુર છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -