નવી દિલ્હીઃ ધોની છેલ્લાં ઘણાં સમયથી ક્રિકેટથી દૂર છે. પરંતુ ફેન્સ તેના ફેન્સ માટે સારા સમાચાર એ છે કે તે આઈપીએલમાં રમતો જોવા મળશે. જેના માટે તે ચેન્નઈ પહોંચી ગયા છે. આઈપીએલ 2020 29 માર્ચથી શરૂ થઈ રહી છે. ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે. ધોની આ ટીમના કેપ્ટન પણ છે. ધોની જેવા જ જ સીએસકે કેમ્પ માટે ચેન્નઈ પહોંચ્યો ત્યાં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. માહી આજથી આઈપીએલ માટે પ્રેક્ટિસ કરતા જોવા મળશે.


ચેન્નઈ પહોંચતા પહેલા તે પોતાની ખાસ મિત્ર અને હેર સ્ટાઈલિશ સપના ભાવનાનીને મળ્યો અને નવી હેરસ્ટાઈલ કરાવી. તેણે ધોનીની વાપસી પર લખ્યું, “મારા મિત્ર ખૂબ જ ખુશ થશે તેને આઈપીએલમાં રમતો જોઈને. ચેન્નઈ અમે આવી રહ્યા છે.” ધોની બે સપ્તાહ સુધી પ્રેક્ટિસ કર્યા બાદ 4-5 દિવસની રજા લેશે અને આઈપીએલ શરૂ થતાં પહેલા તે ફરીથી ટીમ સાથે જોડાઈ જશે.


આઈપીએલ 2020ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચનાં રોજ મુંબઈમાં ટક્કર થશે. સીએસકેનાં સીઈઓ કેએસ વિશ્વનાથને જણાવ્યું કે ધોની તમામ ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરશે, જ્યારે ટીમની પૂર્ણ તૈયારી શિબિર 19 માર્ચે શરૂ થશે.

ધોનીની કેપ્ટનસીમાં સીએસકેએ ત્રણ વખત IPLની ટ્રોફી હાંસલ કરી છે. ગત વખતે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સથી હાર મળી હતી. ધોનીનાં પ્રદર્શનની વાત કરીએ તો તેમણે આઈપીએલમાં ચેન્નીની તરફથી 160 મેચોમાં 44.34નાં સ્ટ્રાઈક રેટથી 3858 રન બનાવ્યા છે. ધોનીની આગળ ફ્કત સુરેશ રૈના છે, જેમણે 164 મેચોમાં 33.28નાં સ્ટ્રાઈક રેટથી 4527 રન બનાવ્યા છે. ગત વર્ષે જૂન-જુલાઈમાં ICC વર્લ્ડ કપ પછી 38 વર્ષનાં ધોનીનાં રમતનાં ભવિષ્યને લઈને સતત અટકળોનો સમય હતો.