ખાસ છે ધોનીના 10 હજાર રન, એવરેજમાં વનડેના આ 2 દિગ્ગજોને પણ પાડી દીધા પાછળ, જાણો વિગતે
સચિનની એવરેજ 45ની છે જ્યારે પોન્ટિંગની એવરેજ 42ની છે. જોકે, ધોનીની એવરેજ 51.3ની છે. ધોની બાદ એવરેજમાં સૌથી ઉપર સાઉથ આફ્રિકાનો પૂર્વ બેટ્સમેન જેક કાલિસ છે જેને 44ની એવરેજથી 10 હજારથી વધુ રન બનાવ્યા છે.
એવરેજની દ્રષ્ટિએ ધોની વનડેના દિગ્ગજ પ્લેયર સચિન તેંદુલકર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગને પછાડીને આગળ નીકળી ગયો છે.
ધોનીએ આ રેકોર્ડની સાથે અન્ય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. આમાં ખાસ કરીને વનડેના મહારથી ગણાતા ક્રિકેટરને પાછળ પાડીને તેને એવરેજમાં અવ્વલ સ્થાન મળ્યું છે.
ખાસ વાત તો એ છે કે, 50થી વધુની એવરેજની સાથે 10 હજાર રન કરનારો ધોની પહેલો બેટ્સમેન છે. ધોનીએ આ કિર્તિમાન પોતાની 320મી મેચમાં મેળવ્યો છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના વિરુદ્ધ લૉર્ડર્ઝમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી મેચમાં ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની વનડે કેરિયરના 10 હજાર રન પુરા કરી લીધા છે. 10 હજાર રનના ક્લબમાં સામેલ થનારો ધોની 12મો ક્રિકેટર છે.