નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 પુરો થઇ ગયો, ક્રિકેટ જગતને ઇંગ્લેન્ડના રૂપમાં નવો ચેમ્પિયન મળી ગયો. એકદમ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડકપ ટ્રૉફી પોતાના નામે કરી. વર્લ્ડકપ પુરો થઇ ગયો છે ત્યારે ક્રિકેટના દિગ્ગજોએ વર્લ્ડકપ 2019માં સારા પ્રદર્શનના આધારે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરવાનું કર્યુ છે. ત્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે પણ પોતાની ટીમ જાહેર કરી છે.
સચિન તેંદુલકરે પોતાની ટીમ જાહેર કરતાં ટૂર્નામેન્ટમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરનારા સારા ખેલાડીઓને ટીમમાં તક આપી છે. જોકે આ ટીમમાં દુનિયાના બેસ્ટ ફિનિશર ધોનીને સ્થાન નથી મળ્યુ, એટલું જ નહીં વિદેશી પ્લેયરને ટીમની કમાન સોંપી છે. ખાસ વાત તો એ છે કે સચિન તેંદુલકરની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ગુજરાતી ખેલાડીને સ્થાન મળ્યુ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિનની વર્લ્ડકપ 2019ની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન..... રોહિત શર્મા, જૉની બેયરર્સ્ટો, કેન વિલિયમસન (કેપ્ટન), શાકિબ અલ હસન, બેન સ્ટૉક્સ, હાર્દિંક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મિશેલ સ્ટાર્ક, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ.