નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું કહેવું છે કે, તે એક આઈડલ પતિ કરતાં પણ વધારે સારા પતિ છે. કારણ કે તે પોતાની પત્ની સાક્ષી ધોનીને ક્યારેય રોકતા-ટોકતા નથી. પરંતુ સાક્ષીને બધુ જ કરવા દે છે, જે તે કરવા માગે છે. આ વાત ધોનીએ ચેન્નઈની એક ઇવેન્ટમાં કહી. ધોનીએ કહ્યું, લગ્ન પહેલા બધા પુરુષ સિંહ હોય છે, પરંતુ લગ્નનો સાચો મતલબ 55 વર્ષની ઉંમર બાદ ખબર પડે છે. હું મારી પત્નીને બધુ જ કરવા દવ છું જેનાથી તેને આનંદ મળે. કારણ કે જો તે ખુશ રહેશે તો હું ખુશ રહીશ.
તેમણે વધુમાં જણાવ્યું કે પુરુષ ત્યાં સુધી જ શેર જેવા હોય છે જ્યાં સુધી તેમના લગ્ન ન થઇ જાય. તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર સૌકોઇ હસવા લાગે છે. આ વીડિયો ધોનીના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે વર્લ્ડ કપ 2019 બાદથી જ ધોની ભારતીય ટીમ સાથે એક પણ સીરીઝમાં સામેલ નથી થયો. વેસ્ટઇન્ડીઝ સાથે રમાનાર આગામી સીરીઝમાં પણ તેનું નામ નથી. ધોનીની વાપસીને લઇને ફેન્સ આતુર છે ત્યાં તે કહેવું મુશ્કેલ છે કે તે ક્યારે વાપસી કરશે.