રાંચી: શાહબાઝ નદીમે આખરે 15 વર્ષના લાંબા સમય બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ મેચમાં નદીમે પોતાની બોલિંગથી તમામને પ્રભાવિત કર્યાં હતા. મેચ દરમિયાન નદીમે ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
નદીમને ટીમ ઈન્ડિયામાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ મેચના એક દિવસ પહેલા અચાનક ટીમમાં સામેલ કર્યો હતો. છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલા નદીમને આશા હતી કે તે એક દિવસે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેશે પરંતુ આ રીતે અચાનક આ તક મળશે તેની આશા નહોતી.
નદીમની બોલિંગની પ્રસંશા કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, જે તું કરી રહ્યો છે તે બેસ્ટ છે અને જે કરીશ તે બેસ્ટ કરીશ. મેચ બાદ નદીમ ધોની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. નદીમે કહ્યું કે, તે પોતે ધોની સાથે વાત કરવા અને પોતાની બોલિંગ અંગે પૂછવા માટે ગયો હતો.
શાહબાઝ નદીમે કહ્યું કે, માહી ભાઈ સાથે વાત કરતા મેં પૂછ્યું હતું કે તેમને મારી બોલિંગ જોઈને કેવું લાગ્યું. ત્યારે ધોનીએ કહ્યું કે, સારું કર્યું, જે કરવાનું હતું તે કર્યું. તેમણે કહ્યું કે, તું ફર્સ્ટ ક્લાસ રમી ચૂક્યો છે એટલે અનુભવ છે. તને કાંઈક અલગ કરવાની જરૂર નથી. જે તું કરી રહ્યો છે તે બેસ્ટ છે.
યુવા ખેલાડી શાહબાઝ નદીમે ખોલ્યું રાજ, માહી ભાઈએ ડ્રેસિંગ રૂમમાં આપી હતી આ સલાહ
abpasmita.in
Updated at:
25 Oct 2019 05:00 PM (IST)
નદીમને ટીમ ઈન્ડિયામાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ મેચના એક દિવસ પહેલા અચાનક ટીમમાં સામેલ કર્યો હતો. આ મેચમાં નદીમે પોતાની બોલિંગથી તમામને પ્રભાવિત કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -