VIDEO: એક સેકેન્ડથી પણ ઓછા સમયમાં ધોનીની સ્ટંપિંગ જોઈને રહી જશો દંગ
abpasmita.in | 24 Oct 2016 06:06 PM (IST)
નવી દિલ્લી: ટીમ ઈંડિયાના કેપ્ટન ફૂલ મહેંદ્ર સિંહ ધોની પોતાની સુપરફાસ્ટ વિકેટકીપિંગ માટે જાણીતો છે. ધોનીની સુપરફાસ્ટ સ્ટંપિગનો એક નમૂના મોહાલી વનડેમાં જોવા મળ્યો હતો. ન્યુઝીલેંડના બેટ્સમેન લ્યૂક રોંકીને જ્યાં સુધી ખબર પડે તે પહેલા ધોનીએ પોતાનો શિકાર બનાવી લીધો હતો. રવિવારે ભારત અને ન્યુઝીલેંજની વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની સીરિઝની ત્રીજી વનડેમાં ધોનીએ અમિત મિશ્રાના બોલ પર રોંકીને જે રીતે સ્ટંપઆઉટ કર્યો તે ખરેખર અદ્દભૂત હતો. અંપાયરે પણ ત્રીજા અંપાયરની પાસે યોગ્ય નિર્ણય લેવા પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ ધોની નિર્ણય આવે તે પહેલા ટીમની સાથે જશ્ન મનાવતો જોવા મળ્યો હતો. થર્ડ અંપાયરે રિપ્લે જોયા પછી રૉંકીને આઉટ જાહેર કર્યો હતો. હાલ સ્ટાર સ્પોર્ટસે આ સ્ટંપિંગની જીઆઈએફ ફાઈલ શેયર કરી છે. હાલ આ ટ્વિટ વાયરલ થઈ રહી છે. જો તમે આ મેચ ના દેખી હોય તો જુઓ વીડિયો..