ભારત માટે ધોનીની 341મી વન-ડે હતી. રવિવારે તેણે માન્ચેસ્ટર, ઑલ્ડ ટ્રેફર્ડ ખાતે તેને દ્રવિડને પાછળ છોડી દીધો. હવે તે માત્ર સચિન તેંડુલકરથી પાછળ છે. રતીય ટીમની જર્સી સાથે આ ધોનીની 341મી મેચ છે જ્યારે દ્રવિડે 340 મેચો રમી છે. આ લિસ્ટમાં સચિન સૌથી ઉપર છે અને તેણે 463 મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ભારત માટે સૌથી વધુ મેચો રમવામાં મોહમ્મદ અઝહરુદ્દીન ચોથા સ્થાને છે. તેણે ભારત માટે 334 મેચો રમી છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલ 308 મેચો સાથે 5મા સ્થાને છે જ્યારે 301 વન-ડે રમનારા યુવરાજે હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી હતી.