મુંબઈઃ ટીમ ઇન્ડિાયના પૂર્વ વિકેટકીટપ મન્નાવા શ્રીકાંત પ્રસાદ એટલે કે MSK પ્રસાદને ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમને 6 ટેસ્ટ અને 17 વનડેનો અનુભવ છે. બુધવારે મુંબઈમાં બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત અજય શિર્કેને ફરીથી બીસીસીઆઈના સચિવ બનાવવામાં આવ્યા છે.


પ્રસાદની સાથે સિલેક્શન પેનલમાં ઘણાં અન્ય સભ્યોની પણ એન્ટ્રી થઈ છે. તેમાં સરનદીપ સિંહ, જતિ પરાંજપે, દેવાંગ ગાંધી અને ગગન ખોડા સામેલ છે. મીટિંગમાં અજય શિર્કને ફરીથી સચિવ બનાવવામાં આવ્યા છે. તેમને જુલાઈ 2016માં અનુલાગ ઠાકુરની જગ્યાએ આ પદ મળ્યું હતું. ત્યારે શશાંક મનોહરની જગ્યાએ અનુરાગ ઠાકુરને બીસીસીઆઈના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.