ગાંધીનગરઃ વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી વહીવટીતંત્રમાં બદલીનો દોર યથાવત રહ્યો છે. ગઇ મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 23 IAS અધિકારીઓની બદલી કરી હતી. આ બદલીઓમાં બે અધિકારીઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં મહત્વપૂર્ણ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની બદલી ચીફ મિનિસ્ટર્સ ઓફિસ (સીએમઓ)માંથી અજય ભાદુની બદલી છે.
અજય ભાદુની જગાએ અશ્વિની કુમારને મુખ્યમંત્રીના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડી.એચ.શાહને પણ સીએમઓમાં OSD બનાવવામાં આવ્યા છે.