પ્રસાદે કહ્યું કે, ધોનીએ નિવૃત્તિને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. હજુ બધા વિકલ્પ ખુલ્લા છે અને ધોની જ તેના પર નિર્ણય કરશે. જોકે કોઈ તેની કારકિર્દી કે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન વિશે સવાલ કરી શકે નહીં. આ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે આઈપીએલ પછી જોઇશું કે ધોની ટી-20 વર્લ્ડ કપમાં રમશે કે નહીં.
એમએસકે પ્રસાદે કહ્યું હતું કે ખેલાડીઓની નવી પેઢી વિશે નિર્ણય કરવો અને તેમની ઓળખ કરવી પસંદગીકર્તાનું કામ છે. જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ વિશે પ્રસાદે કહ્યું હતું કે તે 70 અને 80ના દશકની વિન્ડીઝની બોલિંગ કરતા પણ શાનદાર છે. તેમની સફળતાનો શ્રેય પસંદગીકારોના વર્કલોડ મેનેજમેન્ટને આપ્યો હતો.