શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી સીરિઝ માટે ટીમના સિલેક્શન પર પ્રસાદે સંવાદદાતાઓએ કહ્યું, ‘પંતને પોતાના વિકેટકીપિંગમાં સુધાર કરવો પડશે. અમે તેના સ્પેશિયાલિસ્ટ વિકેટકીપિંગ કોચ રાખશે.’
22 વર્ષના આ વિકેટકીપરને ટીમ મેનેજમેન્ટનો પૂરો સાથે મળી રહ્યો છે પણ તેમને લાગે છે કે, પંતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પંતના ખરાબ પ્રદર્શનને કારણે વન્ડિઝ પ્રવાસમાં મેદાન પર દર્શકો ધોની ધોનીની બૂમો પાડી રહ્યા હતા.
જોકે. કેપ્ટન વિરાટ કોહલીએ પંતને બદલે ધોનીનું નામ ન લેવાની વિનંતી કરી હતી. BCCI અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ પંતનું સમર્થન કરતા કહ્યું હતું કે, આ વિકેટકીપર બેટ્સમેન શાનદાર ખેલાડી છે જેને પરિપક્વ થવામાં સમય લાગશે.