આ બોલિવૂડ એક્ટર પર ભગવાન રામને અભદ્ર શબ્દ કહેવાનો આરોપ લાગ્યો, ફિલ્મના ટ્રેલરને લઈને થયો વિવાદ
abpasmita.in | 24 Dec 2019 08:24 AM (IST)
ટ્વિટર પર યૂઝર્સે ગુડ ન્યૂઝના બીજી ટ્રેલરમાં અક્ષય કુમાર પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડના હિટ મશીન અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીના સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સમાંથી એક છે. હાલમાં અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સથે કરીના કપૂર ખાન, દિલજીત દોસાંઝ અને કિયારા આડવાણીએ કામ કર્યું છે. ફિલ્મના બે ટ્રેલર સામે આવી ચૂક્યા છે અને ફેન્સ તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. જોકે હવે આ ફિલ્મને લઈને ટ્વિટર પર વિવાદ ઉભો થયો છે. ટ્વિટર પર યૂઝર્સે ગુડ ન્યૂઝના બીજી ટ્રેલરમાં અક્ષય કુમાર પર ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ટ્રેલરના અંતમાં અક્ષય કુમારા બીજા એક્ટર સાથે વાત કરતાં જોવા મળી રહ્યો છે અને કહે છે કે તેણે પોતાના દીકરાનું નામ કેવી રીતે રાખ્યું. તેમાં એક ડબલ મીનિંગ જોક સાંભળવા મળે છે, જે સાંભળીને કેટલાક લોકો નારાજ થઈ ગયા છે. ટ્રેલરમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, મારા બાળકનું નામ હોલા રામ છે કારણ કે તેનો જન્મ હોળીના દિવસે થયો હતો.’ આ જવાબમાં કહ્યું કે, સારૂ થયું તેનો જન્મ લોહડીના દિવસે ન થયો” હવે આ ડાયલોગ સાંભળ્યા બાદ યુઝર્સ સતત અક્ષય કુમારને ટ્રોલ કરી રહ્યા છે. આ મુદ્દા પર કોઈ કહે છે કે અક્ષય કુમારે ભગવાન રામનો દુરુપયોગ કર્યો છે. અક્ષયને ટ્રોલ કરવામાં આવ્યા પછી, AKSHAY ABUSES LORD RAMA નામનું હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. તો આ તરફ કેટલાક લોકોએ નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ) સંબંધિત ચાલી રહેલા વિરોધ સાથે સાંકળવાનો પણ પ્રયત્ન કર્યો. તે જ સમયે કેટલાક લોકોએ અક્ષય કુમારના ફેન્સને આ ટ્રોલિંગમાં જોડાવા અને વાયરલ કરવા જણાવ્યું હતું. કરણ જોહર આ ફિલ્મનો પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થશે.